નેશનલ એવોર્ડ વિજેતા ડો. રવિભાઈ બી.ધાનાણી નું સન્માન

સમાજકાર્ય ભવન દ્રારા ભૂતપૂર્વ વિદ્યાર્થી વર્ષ ૨૦૦૫-૨૦૦૭ મા એમ.એસ.ડબલ્યું.કરી ગયેલા અને ૨૦૧૦માં પીએચ.ડી. ડો.આર.ડી.વાઘાણીસરના માર્ગદર્શન નીચે પૂર્ણ કરી ગયેલા ડો. રવિભાઈ બી.ધાનાણી નું  સન્માન કરવામાં આવ્યું હતું. કે જેઓને રાષ્ટ્રપતિ વરદ હસ્તે વિશ્વ દિવ્યાંગ દિવસ નાં દિવસે થેલેસેમિયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ  નેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

         સમાજકાર્ય ભવન માટે અત્યંત આંનદ ની વાત છે કે તેમના વિદ્યાર્થી નું સન્માન કરવામાં આવ્યું.તો આ તકે માર્ચ મહિનાના ત્રીજા મંગળવારે વિશ્વ સમાજકાર્ય દિવસ ઉજવવામાં આવે છે તો વિશ્વ સમાજકાર્ય દિવસનાં દિવસે સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ દ્રારા રાષ્ટ્રપતિ નાં હસ્તે એવોર્ડ વિજેતા સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીનું રાજકોટ ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ મલકાણ ,ડો.કમલેશભાઈ જોશીપુરા , પ્રજ્ઞા સભા ના અગ્રણી શ્રી ડો.નિલયભાઈ પંડ્યા, સમાજકાર્ય ભવનના અધ્યક્ષ શ્રી ડો. રમેશભાઈ ડી.વાઘાણી, સમાજકાર્ય ભવનના ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી ડો.રાજેશભાઈ દવે, અને શ્રી ડો.પ્રિતેશભાઈ વી.પોપટ ના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. રવિભાઈએ થેલેસેમિયા વિષે માહિતી આપી હતી અને લોકો આ રોગની ગંભીરતા સમજે અને ટેસ્ટ કરાવે અને લોકોને આના વિષે સાચી માહિતી પૂરી પાડે. છેલ્લે આભાર માની તેમનું વક્તવ્ય પૂરું કર્યું હતું.


Published by: Department of Social Work

15-03-2022